ચોમાસુ શરૂ થાય તે પહેલા બે રાઉન્ડ આવશે! વહેલું ચોમાસું?

ચોમાસુ શરૂ થાય તે પહેલા બે રાઉન્ડ આવશે! વહેલું ચોમાસું?

નમસ્કાર ગુજરાત, ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન આસપાસ ચોમાસુ બેસતું હોય છે. એટલે કે 15 જૂન 2024 ના આજુબાજુના દિવસો દરમિયાન વાવણીનો પ્રથમ વરસાદ થવાની સંભાવના હોય છે. જોકે આ વર્ષ દરમિયાન ગુજરાતના જાણીતા આગાહી કાર દ્વારા પ્રારંભિક વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે.

વાવણી પહેલા બે રાઉન્ડ વરસાદના

ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસુ શરૂ થાય તે પહેલા વરસાદના નાના બે રાઉન્ડ આવવાની શક્યતા વ્યક્ત કરી છે. વાવણીના વરસાદ પહેલા પ્રિમોન્સૂન એક્ટિવિટી નો સામાન્ય વરસાદ જોવા મળતો હોય છે. 

જે અમુક ભાગોમાં ભારે વરસાદ પણ પડી જતો હોય છે. 2024 ના ચોમાસામાં બે રાઉન્ડ પ્રિ મોનસુન એક્ટિવિટીના જોવા મળશે. ગુજરાતના જાણીતા આગાહીકાર જણાવે છે કે 15 જૂન પહેલા મે મહિનામાં વરસાદ જોવા મળશે. 

આગાહીકારે પોતાની આગાહીમાં કહ્યું છે કે 24/05/2024 થી 28/05/2024 દરમિયાન ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી નો વરસાદ જોવા મળી શકે છે. આપણી મોનસુન એક્ટિવિટી દરમિયાન વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં શરૂ થઈ શકે છે.

ચોમાસુ શરૂ થાય તે પહેલા બે રાઉન્ડ આવશે! વહેલું ચોમાસું?

આગાહીકાર ની જણાવેલી આગાહી મુજબ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી નો વધારે વરસાદ પડશે તો વાવણી વહેલી થવાની સંભાવના ગણી શકાય. કેમકે સામાન્ય રીતે 15 જૂને ચોમાસું શરૂ થતું હોય છે અને તે પહેલા કોઈક વિસ્તારોમાં સામાન્ય એક્ટિવિટી શરૂ થતી હોય છે. 

એટલે કે પાંચ થી લઇ અને 15 જૂન વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી સક્રિય થતી હોય છે જેમાં સામાન્ય વરસાદની સંભાવનાઓ રહેલી હોય છે. ચોમાસુ સામાન્ય રીતે દક્ષિણ ભારતમાંથી આવતું હોય એટલે સૌથી પહેલા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી નો વરસાદ થઈ શકે છે.

સંભવિત કઈ તારીખ થી વરસાદ આવશે?

જોકે આ વખતે આગાહીકાર જણાવે છે કે 05/062024 થી 15/06/2024 પહેલા 24/05/2024 થી 28/05/2024 વચ્ચે પ્રિ મોનસુન એક્ટિવિટી નો વરસાદ જોવા મળવાની સંભાવના છે. એટલે કે પહેલા વરસાદ આવી શકે છે.

જ્યારે પ્રિમોન્સૂન એક્ટિવિટી નો બીજો રાઉન્ડ બે જૂનથી આઠ જૂન ( 02/06/2024 થી 08/06/2024 )વચ્ચે શરૂ થવાની સંભાવના આગાહીકારે જણાવી છે. એટલે એવું કહેવાય કે ચોમાસુ ગુજરાતમાં શરૂ થાય તે પહેલા પ્રિ એક્ટિવિટીના બે રાઉન્ડ જોવા મળશે.

કેટલો વરસાદ પડશે?

વાવણી – પ્રિમોન્સૂન એક્ટિવિટીના રાઉન્ડમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડતો નથી. વાદળ છાયા વાતાવરણની વચ્ચે ગુજરાતના અમુક અમુક ભાગોમાં ચોમાસાની સિઝન પહેલા સામાન્ય હળવો વરસાદ પડતો હોય જેમને પ્રાથમિક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે.

પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદ મા ગાંજવીજ સાથે વરસાદ પડવાની આગાહીઓ રહેલી હોય છે. જોકે આગાહીકારે આગાહી જણાવી છે તેમાં કહ્યું છે કે આ લાંબા ગાળાનું અનુમાન છે આમાં થોડા ફેરફારો થઈ શકે છે. 
ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસુ પ્રવેશ કરતું હોય છે જેમાં સૌથી પહેલા દક્ષિણ ગુજરાતમાં ચોમાસા ના વરસાદની શરૂઆત થતી હોય છે ત્યાર પછી ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત પછી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ચોમાસુ આગળ વધતું હોય છે. 

જ્યારે ચોમાસુ ઉત્તર ગુજરાત કચ્છ સુધી પહોંચે ત્યાં 25 થી 27 જૂન સુધીનો સમય લાગી જતો હોય છે. એટલે કે 15 જૂનથી 27 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ ફરી વળે છે.

નોંધ- હાલમાં ઉપર જણાવેલી આગાહી સોશિયલ મીડિયાના અહેવાલો અને તારણો ઉપરથી જણાવેલી છે. ખેતીના કામો કરવા અને સચોટ માર્ગદર્શન માટે હવામાન વિભાગને અનુસરવું.
Previous Post Next Post